વિદ્યાપ્રાપ્તિ માટે સાધના કરવી પડે છે. સુખ અને આરામમાં રહીને વિદ્યાપ્રાપ્તિ ન થઈ શકે. આ સંદર્ભમાં એક સુભાષિત છે,
सुखार्थी चेत् त्यजेत् विद्यां विद्यार्थी चेत् त्यजेत सुखम् ।
सुखार्थिन कुतो विद्या विद्यार्थिनः कुतो सुखम् ।।
અર્થાત્ સુખની કામના કરનારાઓએ વિદ્યાપ્રાપ્તિની આશા છોડી દેવી જોઈએ અને જો વિદ્યાપ્રાપ્તિની ઈચ્છા હોય તો સુખની કામના છોડી દેવી જોઈએ કારણ સુખાર્થીને વિદ્યા અને વિદ્યાર્થીને સુખ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ?